શૈશવ

શૈશવમાં

ખુલ્લુ આકાશને ખુલ્લી

ધરતી મળી હતી

ચોમાસામાં નદીના પૂરમાં તણાયને

આવતી રેતીના મહેલ

બનાવેલા

તેમા સુખ સમાયેલુ હતું

રંગબેરંગી બાકસના ખોખાની છાપની

રમતમા મળતુ સુખ…

દુખ પણ ઘણુ થતુ, કોઈ તોડી નાખતુ

રેતીનુ ધર ને દાવ ન આપતો કોઈ ભેરુ !

આજે આ નાના, નાના દુખોને સુખોમાથી

કેવુ સાંભરેછે. સુખ .

Advertisements

5 responses to “શૈશવ

 1. સરસ રીતે બે સંબંધોને સાંકળી આપ્યા છે, નાની વેદનાઓ અંતે સંસ્મૄતિના મોટા સુખમાં પરિણમે;
  “આજે આ નાના, નાના દુખોને સુખોમાથી
  કેવુ સાંભરેછે. સુખ .”
  મળો મને ૧) મારા કાવ્યો માટે @http://himanshupatel555.wordpress.com
  અને મારા વિશ્વ કાવ્યોના અનુવાદ માટે@ http://himanshupatel52.wordpress.com
  આભાર

 2. યાદો અને પાછી ફરીયાદો
  ,
  જીવન તારા અનેક રંગ,

  રંગની કોઇ પરખ જ ન હોય
  તો પછી શું સફેદ ને શું કાળો?

  સફેદ દેખાડીને સમજાવે
  સંજોગ
  આને કાળો કહેવાય
  ,
  અને કાળો દેખાડી સમજાવે સંજોગ
  આને સફેદ કહેવાય

  સમય સમજાવે જેને કાળો કહુ તેને દુનિયા સફેદ કહે
  અને જેને સફેદ કહુ તેને દુનિયા કાળો કહે

  શબ્દો બદલાય, પણ અનુભૂતિ કેમ બદલાય ?

  શૈશવે રેતીનું ઘર તેટે, દિલ દુઃખે
  મોટપણે ઘરના સપના તૂટે દિલ દુખે

  ક્ષણોને અતીતમાં ઢાળી
  દોસ્‍તોએ ના આપેલા દાવ ભૂલાવે
  સમય

  પણ, આજની ક્ષણે,
  સ્વજનોએ આપેલા દૂઝતા ઝખમ તો પીડવાના,
  અતીતમાં વહી જાય ત્યાં સુધી,

  રેતીના ઘરની જેમ તૂટવાના
  સમયના ખપ્‍પરમાં વહેતા વહેણથી
  શું દુઃખ ને શું સુખ, શું કાળો ને શું સફેદ
  સુખ-દુઃખનું ચક્કર તો ચાલવાનં
  જીવનની ગાડીનું એ જ પેટ્રોલ
  કભી ખુશી કભી ગમ…

 3. શૈશવના નાના નાના દુ:ખ આજે કેવા સુખની અનુભૂતિ કરાવી જાય છે…!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s