નામ

એક

દિવસ તું અને હું

જંગલમાં ગયા હતા

અને

એક વૃક્ષના થડમાં

તે મારુનામ કોતયુઁ ને મે તારું

તને ને મને ગમે તેવુ.

પછી

સમયની લહેર સાથે આપણે

આગળ જવા લાગ્યા

ઘણી વખત

એજ થડ પાસે જઈને

તે નામને ધૂટતા

અચાનક એક દિવસ

આપણી બંન્ને વચ્ચે મોટું

વાવાઝોડું આવી ગયું

અને

આપણે મૂળસોતા ઉખડી ગયા!!

પરંતું

વાવાઝોડાની અસર

પેલા

વૃક્ષ નાં થડમા કોતરેલા

નામ ને થય હશે ?!



7 responses to “નામ

  1. આવે ભલે ને વાવાઝોડાં તાણી જવા મૂળ સમેત વટવૃક્ષને,
    ભલે ઢસડીને લઇ જાય અજગર સમ મસ મોટા થડીયાને,
    ક્યાંથી ભૂ
    લાય હૃદયે જડાયેલું એ નામ તારું વ્હાલું વ્હાલું ?
    થડીયાનું કોતરાયેલ એ નામ તો, કોતરાયુ ‘તુ મમ હૃદયે!!
    એ તાંડવમાં કોતરાયેલ થડ રહે ના રહે,
    કોતરાયેલ એ નામ રહે ના રહે,
    ક્યાં લય થશે એ નિત્ય સ્નેહ-સભર યાદોનો ?
    બસ, એ જ શુભ ભાવના તું જ પ્રત્યે, કો નામ રહે ના રહે.
    -પી. યુ. ઠક્કર

    • આવે ભલે ને વાવાઝોડાં તાણી જવા મૂળ સમેત વટવૃક્ષને,
      ભલે ઢસડીને લઇ જાય અજગર સમ મસ મોટા થડીયાને,
      ક્યાંથી ભૂલાય હૃદયે જડાયેલું એ નામ તારું વ્હાલું વ્હાલું ?
      થડીયાનું કોતરાયેલ એ નામ તો, કોતરાયુ ‘તુ મમ હૃદયે!!
      એ તાંડવમાં કોતરાયેલ થડ રહે ના રહે,
      કોતરાયેલ એ નામ રહે ના રહે,
      ક્યાં લય થશે એ નિત્ય સ્નેહ-સભર યાદોનો ?
      બસ, એ જ શુભ ભાવના તું જ પ્રત્યે, કો નામ રહે ના રહે.
      -પી. યુ. ઠક્કર

Leave a comment