તારા ભણી…

એકલતાના મનને
જોઈએ ખુલું આકાશ
પણ તારી યાદોના વાયરા
તેની ઉડાનને સીમિત  કરે છે
મારા મનમાં જોશ છે
શબ્દોમાં તરલતા…
અને  મનના  ખુલ્લા આકાશમાં
તારા આકાશભણી  જવાની
એષણા…
આ સમયે
તારા આકાશમાં
કોઈ પંખી ઉડેતો મારું
આકાશ  દેખાવડું નથી રહેતું
બનાવીજાય છે મારા આકાશને ધૂંધળું
આ દ્વેતમાં તું  કયું
આકાશ  પસંદ કરીશ ?
મારી ઈચ્છા છે
તારા આકાશમાં ઉડતા પંખીની
પાંખોને સહારો આપતીરહે
જેથી તે ઉડી જાય..
ધુધલું આકાશ
મટીજાય ….

સ્મરણ

તને જોયાને

કેટ કેટલા વરસ  વહી ગયા

તારું સ્મણ થાય છે ત્યારે

તારા ચહેરાની આછી પાતળી  રેખાઓને

દોરુ છું

ત્યારે થાય છે તારા હાથ વડે તું

મને કેમ જકડી નથી રાખતી ?

પરંતુ મને એવુ લાગે

એ રેખાઓ માં

આજે હુ કેમ અટ વાતો હોય

એમ લાગે ?

એકલતા

એકલતાના મનને

જોઈએ ખુલ્લુ આકાશ

પણ તારી યાદોના વાયરા

તેની ઊડાનને સીમિત કરેછે

મારા મનમા હજી જોશ છે

શબ્દોમાં તરલતા છે

અને મનમા ખુલ્લા આકાશમાં

તારા આકાશ ભણી જવાની

એષણા…

સમયે

તારા આકાશમાં

કોઈ પંખી ઉડે તો મારું

આકાશ દેખાવડું નથી રહેતું

બનાવી જાય છે મારા આકાશને ધૂંધળુ

અદ્વૈતમાં તું કયું

આકાશ પસંદ કરીશ?

મારી ઈચ્છા છે

તારા આકાશ માં ઊડતા પંખીની

પાંખોને સહારો આપતી રહે

જેથી તે ઊડી જાય …

ધૂંધળુ આકાશ

મટી જાય …

પ્રિયજન

પ્રિયજનને
વિદાય આપવા પ્લેટફોર્મ પર
ઊભો હતો ….
થોડીજ ક્ષણોમા ટ્રેન આવીને ઊભી રહી –
ત્યાં સુધી
બઘુજ મારીસાથે જોડાયેલું હતું …
ટ્રેન પ્લેટફોર્મ પરથી ધીમે – ધીમે સરકતી
અદ્રશ્ય થઈ ગઈ
ત્યાર પછી
નજરો સામે આવી ગયેલ પાટાઓ
પરથી
દોડી આવી મારી સામે ટ્રેન
સન્નાટાની

શૈશવ

શૈશવમાં

ખુલ્લુ આકાશને ખુલ્લી

ધરતી મળી હતી

ચોમાસામાં નદીના પૂરમાં તણાયને

આવતી રેતીના મહેલ

બનાવેલા

તેમા સુખ સમાયેલુ હતું

રંગબેરંગી બાકસના ખોખાની છાપની

રમતમા મળતુ સુખ…

દુખ પણ ઘણુ થતુ, કોઈ તોડી નાખતુ

રેતીનુ ધર ને દાવ ન આપતો કોઈ ભેરુ !

આજે આ નાના, નાના દુખોને સુખોમાથી

કેવુ સાંભરેછે. સુખ .

નામ

એક

દિવસ તું અને હું

જંગલમાં ગયા હતા

અને

એક વૃક્ષના થડમાં

તે મારુનામ કોતયુઁ ને મે તારું

તને ને મને ગમે તેવુ.

પછી

સમયની લહેર સાથે આપણે

આગળ જવા લાગ્યા

ઘણી વખત

એજ થડ પાસે જઈને

તે નામને ધૂટતા

અચાનક એક દિવસ

આપણી બંન્ને વચ્ચે મોટું

વાવાઝોડું આવી ગયું

અને

આપણે મૂળસોતા ઉખડી ગયા!!

પરંતું

વાવાઝોડાની અસર

પેલા

વૃક્ષ નાં થડમા કોતરેલા

નામ ને થય હશે ?!



અંધારુ

હવે

કઈજ નોતુ દેખાતુ

કદાચ તેને ઘેરી વળ્યુ હશે !

તે એકલો હતો

હાએકલો..!

તે એકલોતો શુ કરી શકે ?

અને તેને ઘેરી વળ્યુ તે

કેટલુ મોટુ હતુ…!

તેનુ શુ થશે?

સહેજ પ્રકાશ થયો

તેમા દેખાયુ

તે પડદો હલી રહ્યો હતો

અંધારાને હડસેલીને…!

હવા

ફૂલસાથે

ઓસના

છાના મિલન

રસભરી

રીતે કહે

હવા સૌને …!!

***

શહેર

સાંજે લાગે

કોઈ ગરીબની ટપકતી છત તળે

સળગતો

કોઈ ધૂમાડિયો ચુલો…!

 

હાયકુ

રીઢા માટલે

ગરમજલ,તાજે

શીતલ લ્હેર .!!
***

ધીમે આગળ

જતી દોરીએ વેલ

લોકલ ટ્રેન .!!

***

નળે પડતુ

પાણીટીપુ ,ચકલી

પીય ઉડી ગૈ

યાદ

તારી

યાદ માને યાદમાં

મારી આખો

સતત રહેછે ભીની ..

તેમાં તારી

યાદની મચલી

તરયાજ કરે

તરયાજ કરે ..!!

કવિ

કવિ

પેન લઈને લખવા

ઘણી વખત મથે

પરંતુ તે ક્યાં એમ આવેછે ?

ક્યારેક

પેનની શાહીખાલી કરેછે …!!

 

ઝાકળ

ઝાકળ  કાય

પાણી નથી

એતો

રાતે ચમક્તા તારા

એક બીજાને નથી

મળી શક્તા તેના આસુ  છે !!

બે કવિતા

૧.

બાળકોને વિશ્વાસ છે

તૂટેલો દાંત લઈ જશે ચકલી

અને આગલા મહિને-

ભગવાન ચાંદીનો નવો દાંત

મોકલશે….

વૃક્ષને ભરોસો છે

મૂળમાં સમાયેલ પાણી

બદલાઈ જશે ફળોના રસમાં….

પરંતુ મને વિશ્વાસ કેમ નથી

સવાર તરફ સરકતી રાતમાં

ગાઢ નીંદર હોવા છતાં

કોઈ સંદર સ્વપ્ન આવવાની…?!

૨.

અમે

તને રમાડવા

તને છાનો રાખવા

બનતા હતા

ઊંટ તો ક્યારેક ઘોડો !

પણ

અમને ક્યાં ખબર હતી કે

ઊંટ કે ઘોડાને

તું

છોડી આવીશ

બળબળતા રેગીસ્તાનમાં….