ફૂલ

બે ગુલાબના ફૂલ

કરમાંતાપહેલા

કઈક

ગુફ્તગુ  કરી

છોડતાગયા

સંધ્યા

માટે

લાલી ..!!!

દરિયો

બેડ રૂમની

શોભા વધારવા

માણસે

દરિયાને

પણ

ક્યાં છોડયો છે  ?

કેદ કરી લીધો  છે

કાચના માછલી  ઘરમાં …!!!

ટહુકો

તેમની

રાહ જોયને

દરરોજ બનીજાવ છુ

સ્થિર  વૃક્ષ સમાન

કોણ આવી પૂરશે

વૃક્ષ  પર

ટહુકો ?

હાયકુ

તોરણ ઝૂલે

ગુંથેલા લાભ -શુભ

વેર વિખેર..!!

***

ઢંકાય ગય

ખીણ આખી,ધુમસ્

તના વસ્ત્રથી !!!

કવિતા

બગીચામાં

માળી …

ફૂલોને વીણતા

એક ફૂલને વીણતા ભૂલી ગયો..!

સાંજ થતા

તે ફૂલ રીસાયને

કરમાય ગયું…!!

ઝાકળ

ઝાકળ  કાય

પાણી નથી

એતો

રાતે ચમક્તા તારા

એક બીજાને નથી

મળી શક્તા તેના આસુ  છે !!