હવા

ફૂલસાથે

ઓસના

છાના મિલન

રસભરી

રીતે કહે

હવા સૌને …!!

***

શહેર

સાંજે લાગે

કોઈ ગરીબની ટપકતી છત તળે

સળગતો

કોઈ ધૂમાડિયો ચુલો…!

 

ફૂલ

બે ગુલાબના ફૂલ

કરમાંતાપહેલા

કઈક

ગુફ્તગુ  કરી

છોડતાગયા

સંધ્યા

માટે

લાલી ..!!!