હાયકુ

રીઢા માટલે

ગરમજલ,તાજે

શીતલ લ્હેર .!!
***

ધીમે આગળ

જતી દોરીએ વેલ

લોકલ ટ્રેન .!!

***

નળે પડતુ

પાણીટીપુ ,ચકલી

પીય ઉડી ગૈ

હાયકુ

તોરણ ઝૂલે

ગુંથેલા લાભ -શુભ

વેર વિખેર..!!

***

ઢંકાય ગય

ખીણ આખી,ધુમસ્

તના વસ્ત્રથી !!!