બે કવિતા

૧.

બાળકોને વિશ્વાસ છે

તૂટેલો દાંત લઈ જશે ચકલી

અને આગલા મહિને-

ભગવાન ચાંદીનો નવો દાંત

મોકલશે….

વૃક્ષને ભરોસો છે

મૂળમાં સમાયેલ પાણી

બદલાઈ જશે ફળોના રસમાં….

પરંતુ મને વિશ્વાસ કેમ નથી

સવાર તરફ સરકતી રાતમાં

ગાઢ નીંદર હોવા છતાં

કોઈ સંદર સ્વપ્ન આવવાની…?!

૨.

અમે

તને રમાડવા

તને છાનો રાખવા

બનતા હતા

ઊંટ તો ક્યારેક ઘોડો !

પણ

અમને ક્યાં ખબર હતી કે

ઊંટ કે ઘોડાને

તું

છોડી આવીશ

બળબળતા રેગીસ્તાનમાં….

 

13 responses to “બે કવિતા

Leave a reply to વિશ્વદીપ બારડ જવાબ રદ કરો